તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીટ એન્ડ રન:બેફામ ડ્રાઇવ કરી કાર ચાલકે 3 લોકોને હડફેટે લીધા,1નું મોત, 2ને ઇજા પહોંચી

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પોરબંદરમાં કાર ચાલક હીટ એન્ડ રનની દુર્ઘટના સર્જી ફરાર
 • અજાણ્યા વાહનચાલક સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

પોરબંદર શહેરમાં એક અજાણ્યા કાર ચાલકે પોતાની કારને બેફામપણે ચલાવીને ‘હીટ એન્ડ રન’ ની દુર્ઘટના સર્જી હતી. જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા 2 મહિલા સહિત 3 વ્યક્તિઓને કારે હડફેટમાં લેતા એક મહિલાનું મોત નીપજ્યુ હતુ અને કાર ચાલક નાશી છૂટ્યાનો કિસ્સો સામે આવ્યો છે. છાંયા વિસ્તારમાં રહેતા શાંતાબેન સુરેશભાઇ, રાણીબેન સામતભાઇ તથા મિલનભાઇ કેશુભાઇ ગત 28 તારીખે રાત્રીના 8 વાગ્યાના અરસામાં રામધામ સોસાયટી પાસેના એસીસી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા

ત્યારે એક કાળા કલરની મોટરકારના ચાલકે પોતાની કારને પૂરપાટ ઝડપે ચલાવીને આ ત્રણેયને હડફેટમાં લીધા હતા, આ અકસ્માતની દુર્ઘટનામાં શાંતાબેન સુરેશભાઇ નામના મહિલાને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતુ અને સાથેના રાણીબેન અને મિલનભાઇને પણ ગંભીર ઇજાઓ પહોંચાડીને આ કાળા કલરની મોટરકારનો અજાણ્યો ચાલક ત્યાંથી નાશી છૂટ્યો હતો, જેથી પોલીસે આ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી, તેની શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો