કામના સમાચાર:સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહારને થશે અસર; ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોલાપુર ડિવિઝનના દૌંડ-કુરુડવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે, 09 ઓગસ્ટ, 2022 સુધી તાત્કાલિક અસરથી બ્લોક લેવામાં આવશે,જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ કરવામાં આવી છે,જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

• 04.08.2022 ના રોજ કાકીનાડાથી ઉપડતી ટ્રેન નં. 12755 કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે.

• 06.08.2022 ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નં. 12756 ભાવનગર - કાકીનાડા સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે.

• 09.08.2022 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19202 પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

• 10.08.2022 ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...