તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સમાધાન કરી નાખજો નહીંતર ફરી ઘરે આવશું, 3 શખ્સે આપી ધમકી

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પોરબંદરના કડીયા પ્લોટમાં તલવાર, પાઇપ જેવા હથિયાર સાથે 3 શખ્સ પહોંચ્યા
 • જૂના પોલીસ કેસનું મનદુઃખ રાખી મહિલાને 3 શખ્સે ધમકી આપી

પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતા નીરૂબેન ભીમાભાઇ ઓડેદરાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું છે કે, કડીયા પ્લોટમાં રહેતા ઇન્દ્રજીતસિંહ, ભરતસિંહ ઝાળા અને મનોહરસિંહ ઝાલાને નીરૂબેનનાં નાના દીકરા સાથે અગાઉ જુના પોલીસ કેસની ફરિયાદનું મનદુઃખ થયેલું હોય તે મનદુઃખ રાખી તેમના ઘરે તેમના ઘરના સભ્યોને મારી નાખવાના ઈરાદે તલવાર અને લોખંડના પાઈપ જેવા હથિયાર લઇ ઘસી આવ્યા હતા, અને કહેલ કે, તારા બન્ને દિકરાઓને તથા તમો બધાને રોડ ઉપરજ મારી નાખવા છે, જેથી નીરુબેને તેમને આવું ન કરવાનું અને તેમના ઘરેથી જતાં રહેવાનું કહેતા ઇન્દ્રજીતસિંહ ઝાલાએ ઉશ્કેરાય જઈ કહેલ કે, આ લોકો જુના કેસમાં આપણી સાથે સમાધાન ન કરે તો! આજે આ બધા લોકોને નીચે ઉતારીને પુરા કરી નાખવા છે.

અને મનોહરસિંહ ઝાલાએ પણ જતાં જતાં કહેલ કે, જુના કેસમાં સમાધાન કરી નાખજો, નંહીતર અમે ફરીથી તમારા ઘરે આવશું અને તમને બધાને પુરા કરી નાખશું. અને રસ્તા ઉપર ઉભી બેફામ, બિભિત્સ ગાળો આપી, જાનથી મારી નાખવાના ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો