શંકાસ્પદ બોટમાંથી માછલીઓનો જથ્થો મળ્યો:ડોલ્ફિન અને શાર્ક માછલીનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ; કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાં 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં આજે વહેલી સવારે ભારતીય તટરક્ષક દળને એક ધ્યાનાસ-2 નામની શંકાસ્પદ બોટ જોવા મળી હતી. જે બોટને કોસ્ટગાર્ડે રોકાવી અને પુછપરછ હાથ ઘરી હતી. પુછપરછ દરમિયાન બોટમાં સવાર ખલાસીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા બોટની તલાશી લેવામા આવતા બોટમાંથી પ્રતિબંધિત 25 જેટલી વ્હેલ માછલી અને શાર્ક માછલીઓનો જથ્થો મળી આવ્યો હતો. કોસ્ટગાર્ડ દ્વારા બોટમાં સવાર ખલાસીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આ ખલાસીઓ ગત 26 ફેબ્રુઆરીના રોજ કોચી ખાતેથી નીકળેલા હતા. કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલા 10 જેટલા ખલાસીઓને વન વિભાગને હવાલે કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...