સ્થાનિકોની માંગ:ઝુરીબાગ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ, ગલીઓમાંથી પસાર થનારની પાછળ શ્વાન દોડી બચકા ભરે છે, વારંવાર પાલિકાને રજુઆત

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝુરીબાગ શેરી નં. 9મા શ્વાનોનો ત્રાસ હોવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારમાં શ્વાન લોકો પાછળ દોડીને બચકા ભરે છે અને રાત્રીના સમયે ભસ્તા હોવાથી સ્થાનિકોની ઊંઘ બગડે છે. પોરબંદર શહેરમાં શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં શ્વાનના ત્રાસની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ઝુરીબાગ શેરી નં. 9મા શ્વાનનો ત્રાસ વધ્યો છે.

આ વિસ્તારના સ્થાનિકો શ્વાનના ત્રાસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતુંકે, શ્વાનોને કારણે ઘરે મહેમાન આવી શકતા નથી. અનેક લોકોને શ્વાને બચકા ભર્યા છે. અને ગલીમાં આવતા જ શ્વાન લોકોની પાછળ દોડે છે જેના કારણે અનેક વખત મહિલાઓ તેમજ બાળકો પડી જાય છે.

રાત્રીના સમયે શ્વાનો ભસવાનું શરૂ કરે છે અને આખી રાત ભસે છે જેના કારણે સ્થાનિકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ અંગે પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું ન હોય જેથી શ્વાનોને પકડવામાં આવે અને આ વિસ્તારને શ્વાનોના ત્રાસથી મુક્ત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...