હોસ્પિટલની ઘોર બેદરકારી:પોરબંદર શહેરની લેડી હોસ્પિટલમાં શ્વાનના આટા ફેરા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં કૂતરાઓને અવર જવર રહેતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. નવજાત શિશુ કાળનો કોળિયો બની જાય તે પહેલા તંત્ર જાગે તેવી લોક માંગ ઉઠવા પામી છે. પોરબંદરના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યાં આક્ષેપો થઈ રહ્યા છે તેમજ હોસ્પિટલમાં આટા મારતા શ્વાનના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ સારવાર અર્થે તેમજ ડિલિવરી માટે હોસ્પિટલમાં આવતી હોય છે.

આ હોસ્પિટલમાં પ્રસૂતા માટેનો વોર્ડ આવેલો છે અને પ્રસૂતિ બાદ નવજાત શિશુ પણ આ હોસ્પિટલમાં હોય એવા સમયે શ્વાન આંટાફેરા હોસ્પીટલમાં જોવા મળી રહ્યા છે. જો હોસ્પિટલનું તંત્ર જાગૃત નહીં થાય તો નવજાત શિશુના શ્વાનનો ભોગ બનશે તેવી ચર્ચા પણ ચારે તરફ ઉઠવા પામી છે. હાલમાં કેટલાક સિકયુરિટી ગાર્ડની સંખ્યામાં હોસ્પિટલ તંત્રે ઘટાડો કરતા રાત્રિના સમયે આ હોસ્પિટલ આવા શ્વાનો માટે રેઢુપટ પડ્યું હોય છે.

અન્ય સમાચારો પણ છે...