રખડતા ઢોરોએ બજાર માથે લીધું:પોરબંદરના લીમડા ચોક નજીક બે આખલા બાખડતાં અફડાતફડી, બાઇક અને રેકડીને અડફેટે લેતાં દોડધામ

પોરબંદર21 દિવસ પહેલા
  • રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનોની સાથે રસ્તેથી પસાર થતાં વાહનચાલકો પણ ત્રસ્ત
  • રેઢીયાળ પશુઓને યોગ્ય સ્થળે રાખવા માટે ચોક્કસ આયોજન કરવામાં આવે તેવી માંગણી

પોરબંદર શહેરના લીમડા ચોક નજીક આખલાનું યુદ્ધ સર્જાતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આખલા બાખડતાં વાહનચાલકો અને રાહદારીઓને ઇજા પહોંચવાનો ભય ઉભો થયો હતો. જો કે લીમડાચોક નજીક બે આખલાઓ વચ્ચે જામેલા આ જંગમાં આખલાઓએ બાઇક અને રેકડીને હડફેટે લીધા હતા.

આખલાઓએ બાઇક અને રેકડીને હડફેટે લીધા
આખલાઓએ બાઇક અને રેકડીને હડફેટે લીધા

પોરબંદર શહેરમાં ઠેર-ઠેર રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનોની સાથે રસ્તેથી પસાર થતાં વાહનચાલકો પણ ત્રસ્ત બન્યા છે. ત્યારે પોરબંદર શહેરના લીમડા ચોક નજીક આખલાનું યુદ્ધ સર્જાતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આ આખલાઓએ એક બાઇક અને રેકડીને પણ અડફેટે લીધી હતી. જેના પગલે વાહનચાલકો અને રાહદારીઓને ઇજા પહોંચવાનો ભય ઉભો થયો હતો.

વાહનચાલકો અને રાહદારીઓને ઇજા પહોંચવાનો ભય ઉભો થયો
વાહનચાલકો અને રાહદારીઓને ઇજા પહોંચવાનો ભય ઉભો થયો

ઉલ્લેખનિય છે કે પોરબંદર શહેરમાં અવારનવાર આખલાઓનું યુદ્ધ જામતું જોવા મળે છે. જેના પગલે તંત્ર દ્વારા રેઢીયાળ પશુઓને યોગ્ય સ્થળે રાખવા માટે ચોક્કસ આયોજન કરવામાં આવે તેવી લોક માંગણી ઉભી થવા પામી છે.

રખડતા ઢોર માટે ચોક્કસ આયોજન કરવા લોક માંગ ઉઠી
રખડતા ઢોર માટે ચોક્કસ આયોજન કરવા લોક માંગ ઉઠી
અન્ય સમાચારો પણ છે...