તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગેરકાયદે માછીમારી કરતી 4 ટ્રોલર ફિશીંગ બોટોના દસ્તાવેજ કબ્જે કર્યા

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બોટ માલિક સામે કાર્યવાહી કરાઇ. - Divya Bhaskar
બોટ માલિક સામે કાર્યવાહી કરાઇ.
 • પોરબંદરના સમુદ્રમાં એસઓજીનું બોટ પેટ્રોલિંગ
 • આગળની કાર્યવાહી ફિશરીઝ વિભાગને સોંપવામાં આવી

પોરબંદરના સમુદ્રમાં એસઓજી દ્વારા બોટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને પેટ્રોલિંગ દરમ્યાન 4 ટ્રોલર ફિશિંગ બોટ ગેરકાયદેસર માછીમારી કરતી હોવાથી આ ચારેય બોટના માલિક સામે કાર્યવાહી કરી દસ્તાવેજ કબ્જે કર્યા છે.

દરિયાઈ સુરક્ષા માટે બોટ પેટ્રોલીંગ દરમ્યાન ફિશીંગ બોટોનું ચેકિંગ કરવા ડ્રાઇવ રાખવામાં આવેલ જે અન્વયે પોરબંદર જિલ્લાની દરીયાઇ સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ ઇન્ટર સેપ્ટર ફાસ્ટ બોટો દ્રારા દરીયામાં 5 માઇલ સુધી માછીમારી કરતી બોટોનુ ફિઝીકલ ચેકિંગ કરવા એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી બોટ પેટ્રોલીંગ સ્કિમ તૈયાર કરી બોટ પેટ્રોલીંગ કરવા અને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ 2003 મુજબ કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે ઇન્ટરસેપ્ટર બોટ GJMP 0510 માં એસ.ઓ.જી.ના મહેબુબખાન બેલીમ તથા સમીરભાઇ જુણેજા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પોરબંદરથી 3.5 નોટીકલ માઇલ દુર અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશીંગ કરી રહેલ બોટ માતૃ આશીષ રજી.નંબર IND GJ 11 MM 693ના માલીક અનીલભાઇ શામજીભાઇ ખોરાવા , વેરાવળી કૃપા નામની રજી નંબર IND GJ 15 MM 2121 બોટના માલીક પ્રેમજીભાઇ રણછોડભાઇ હોદૃાર, મસ્ય ગંધા બોટ રજી નંબર IND GJ 11 MM 9586 માલીક મત્સ્યગંધા એમ .એસ. અને વૃષલી નામની બોટ રજી નંબર IND GJ 1 MM 868 માલીક જયાબેન બાબુ ભાદ્રેચા રહે તમામ માંગરોળ વાળી બોટને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ 4 બોટના દસ્તાવેજ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપવામાં આવેલ છે.

શું છે નિયમ?
ગુજરાત મત્સ્યોદ્યોગ ના નિયમ મુજબ દરિયામાં માછીમારી માટે નાની બોટ અને પિલાણા માટે 5 નોટિકલ માઈલ માં માછીમારી કરવા તેમજ મોટી બોટ અને ટ્રોલર બોટ માટે દરિયામાં 5 નોટિકલ માઈલ થી 12 નોટિકલ માઈલ સુધી માછીમારી કરવાનો નિયમ છે. પકડાયેલી ટ્રોલર બોટ 3.5 નોટિકલ માઇલમાં માછીમારી કરતી હતી. જે ગેરકાયદેસર છે તેવું ફિશરીઝ અધિકારીએ જણાવ્યું હતું.

શું કહે છે અધિકારી ?
માછીમારોએ નિયમ મુજબ જ માછીમારી કરવી જોઈએ. એસઓજીએ પકડેલી 4 બોટ ની કાર્યવાહી માટે જે તે જિલ્લાના ફિશરીઝ કચેરીએ ફાઇલ મોકલી આપવામાં આવશે અને તેઓ દ્વારા બોટના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે. - વી. કે. ગોહેલ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો