ઉજવણી:બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા દેવ દિવાળીની ઉજવણી કરાઇ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનો અને બાળકીએ સાક્ષાત માતાજીનું રૂપ ધારણ કર્યું

પોરબંદર ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. એક બહેને સાક્ષાત મહાલક્ષ્મી માતાજીનું રૂપ ધારણ કરી દર્શન યોજવામા આવ્યા હતા. આ તકે ડો. ચેતનાબેન તિવારી, કમળાબેન કોટેચા, કેનેડાથી આવેલ ક્રિષ્નાબેન રૂપારેલ, ડો. બક્ષી સહિતનાઓ દ્વારા દીપ પ્રાગટય કર્યું હતું.

આ પ્રસંગે સેન્ટરના લિનાબેન દ્વારા રાજયોગની માહિતી સાથે જીવન જીવવાની કળા સહિતનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટરના રમેશભાઈ રાવલ, ગીતાદીદી દ્વારા જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આ સેન્ટર ખાતે નવરાત્રી દરમ્યાન પણ બહેનો અને બાળકીએ માતાજીનું રૂપ ધારણ કરી અલૌકિક દર્શનનું આયોજન કરી નવરાત્રી દરમ્યાન સાત્વિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...