કાર્યક્રમ:પોરબંદરમાં આજે દિવ્ય સરપંચ સન્માન સમારોહ, 15 ગામના સરપંચોનું કરાશે સન્માન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા દિવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાશે. આ તકે 15 ગામના સરપંચોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત દિવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાશે. દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા આયોજીત આ સમારોહ 19 ઓકટોબર, સાંજના 5:30 વાગ્યે હોટેલ લોર્ડસ ઇનમાં યોજાશે. ખાસ કરીને પોતાના ગામમાં અનેકવિધ સારી યોજના લાગુ કરી લોકોને સુવિધા પુરી પાડનાર સરપંચોને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાશે.

આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સાંસદસભ્ય રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા, ડીડીઓ વી.કે. અડવાણી સહિતના અધિકારીઓ,પદાધિકારીઓની ઉપસ્થિતી રહેશે. આ તકે 15 ગામના સરપંચોનું અધિકારીઓ,પદાધિકારીઓના હસ્તે દિવ્ય સરપંચ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. ગામના વિકાસમાં સરપંચની મહત્વની ભૂમિકા હોય છે.

અન્ય સમાચારો પણ છે...