કામગીરી બદલ સન્માનિત:દિવ્ય સરપંચ સમારોહ યોજાયો, 15 ગામના સરપંચનું સન્માન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેવાડા સુધી વિકાસને પહોંચાડવામાં સરપંચ હાથ પગ છે : રાજ્યસભાના સાંસદ

મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા દિવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે 15 ગામના સરપંચોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત દિવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા આયોજીત આ સમારોહ હોટેલ લોર્ડસ ઇનમાં યોજાયો હતો. ખાસ કરીને પોતાના ગામમાં અનેકવિધ સારી યોજના લાગુ કરી લોકોને સુવિધા પુરી પાડનાર સરપંચોને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

15 ગામના સરપંચને દિવ્ય સરપંચ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, છેવાળાના લોકો સુધી વિકાસને પહોંચાડવામા સરપંચ સરકારના હાથ અને પગ છે. ગામના વિકાસમાં સરપંચની મહત્વની ભૂમિકા રહે છે. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા ના પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન થયેલ સરપંચોને મહાનુભાવોએ શુભેરછાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...