યોગદાન:વિભાગીય નાગરિક સહકારી બેંકે 50 હજારનો ચેક પી એમ ફંડમાં અર્પણ કર્યો

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિભાગીય નાગરિક સહકારી બેંક દ્વારા 50 હજાર રૂપિયાનો ચેક કેમ ફંડમાં અર્પણ કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન ડોક્ટર અનિલ ભાઈ દેવાણી, મેનેજિંગ ડાયરેક્ટર નલિનકાન્ત કક્કડ, સુરેશભાઈ કોટેચા, ભાવિકભાઈ દેવાણીએ એવું જણાવ્યું હતું કે રાષ્ટ્રમાં કોરોનાવાયરસની મહામારીના લીધે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભારત સરકાર તથા રાજ્ય સરકાર સુંદર કામગીરી કરી રહી છે ત્યારે આવી કપરી સ્થિતિમાં સરકારને મદદરૂપ થવાના આશયથી અમારી બેંક દ્વારા કેમ ફંડમાં 50,000 રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...