નૂતન વર્ષની ઉજવણી:જિલ્લાવાસીઓ આજે ઉત્સાહભેર નૂતન વર્ષની ઉજવણી કરશે, સબંધીઓને ઘેર જઈને વડીલોના આશીર્વાદ મેળવશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાવાસીઓ આજે ઉત્સાહભેર નૂતનવર્ષની ઉજવણી કરશે. સબંધીઓના ઘરે જઈને વડીલોના આશીર્વાદ મેળવશે. નૂતનવર્ષના પર્વ નિમિત્તે પોરબંદર જિલ્લાવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. કોરોના સંક્રમણ ઓછું થતા આ વખતે દિવાળીનો તહેવાર લોકોએ ઉત્સાહ પૂર્વક ઉજવ્યો છે. બજારોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. અર્થતંત્ર વેગવંતુ બન્યું છે.

આજે નૂતનવર્ષ ના દિવસે લોકો ઉત્સાહ પૂર્વક આ દિવસની ઉજવણી કરશે. ઇષ્ટદેવની પૂજા કરી મંદિરે દર્શન કરી લોકો પોતાના સબંધીઓના, મિત્રોના ઘરે જઈ વડીલોના આશીર્વાદ મેળવશે અને નવાવર્ષની શુભેરછા પાઠવશે.

સંબંધોને રિચાર્જ કરવાનો દિવસ છે
યુવાવર્ગોએ જણાવ્યું હતું કે નવું વર્ષ સંબંધોને રિચાર્જ કરવાનો દિવસ છે. વડીલો કહેતા કે, સબંધીઓ સાથે નાનું મોટું મનદુઃખ થયું હોય તો આ નવાવર્ષે ભૂતકાળ ભૂલી અને સબંધીના ઘરે જઈને ભેટી, વડીલોના આશીર્વાદ લઈ સંબંધોને સુધારવાનો આ દિવસ છે. જે સબંધીઓ સાથે સારા સંબંધો હોય તેના ઘરે જઈને વડીલોના આશીર્વાદ મેળવવા એ પરંપરા ચાલી આવે છે.

મીઠાઈ અને ઠંડાપીણાનું ચલણ વધ્યું
બેસતા વર્ષના દિવસે મહેમાનો આવતા હોય છે ત્યારે મહેમાનો માટે મીઠાઈઓ, ફરસાણ અને ઠંડાપીણાં ની ખરીદીમાં વધારો થયો છે.

રેસ્ટોરન્ટ ફૂલ થયા, ફૂડ પાર્સલને તડાકો
તહેવારમાં લોકો હરવા ફરવા સાથે ઘરે રસોઈ બનાવવાને બદલે રેસ્ટોરન્ટમાં તેમજ ફૂડ પાર્સલ મંગાવીને પરિવાર સાથે ભોજનની મોજ માણતા હોય છે. આજે પણ રેસ્ટરોરન્ટો ફૂલ જોવા મળશે તેમજ ફૂડ પાર્સલવાળાને ત્યાં પણ ભીડ જામશે.

વિવિધ સ્થળોએ સ્નેહ મિલન યોજાશે
વિવિધ સમાજ દ્વારા સ્નેહ મિલન રાખવામાં આવતું હોય છે જેથી એક સ્થળે ઉપસ્થિત રહી લોકોને મળી શકાય. આજે વિવિધ સ્થળોએ સ્નેહ મિલન યોજાશે. કીર્તિમંદિર ખાતે સવારે 9 કલાકે સ્નેહમિલન યોજાશે જેમાં રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેકટર અશોક શર્મા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...