બેઠક યોજાઇ:જિ. પં. ખાતે બેઠક યોજાઇ : રૂ. 198 લાખના કામોને મંજૂરીની મહોર લાગી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ, કોમ્યુનિટી હોલ, કોઝ વે ના કામો થશે તથા પાણી, ગટર, સફાઈના સાધનોની ખરીદી કરાશે

પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ.198 લાખના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રોડ, કોમ્યુનિટી હોલ, કોઝ વે ના કામો થશે તથા પાણી, ગટર, સફાઈના સાધનોની ખરીદી કરવામાં આવશે.

પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના વર્ષમાં નાણાપંચની વર્ષ 2023-24ની જિલ્લા વિકાસ યોજના અંતર્ગત બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂા. 198 લાખનાં કામો મંજુર કરવામાં આવેલ હતા. બેઠકમાં જિલ્લાનાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પોરબંદરના પ્રમુખ મંજુબેન વનરાજભાઇ કારાવદરા તથા સભ્ય સચિવ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એલ.સાધુની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવેલ હતી.

જે બેઠકમાં રોડ - રસ્તા, કોમ્યુનીટી હોલ, કોઝ-વે, જેવા તમામ કામો રૂા. 80 લાખનાં મંજુર કરેલ છે તેમજ પાણી, ગટર, અને સફાઈનાં સાધનો ખરીદવાનાં કામો રૂા. 118 લાખનાં મંજુર કરવામાં આવેલ હતા. આ કામો બેઠકમાં મંજુર કરી તમામનો આભાર સભ્ય સચિવશ્રી દ્વારા માનવામાં આવ્યો હતો. આ કામોની વહીવટી મંજુરી આગામી સમયમાં આપવામાં આવશે અને કામ વહેલી તકે ચાલુ કરી પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...