જિલ્લામાં કફ, ગળામાં સોજા, ઉધરસના વાહરા જોવા મળ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઋતુના કારણે ફ્લૂ વાયરસ કારણભૂત હોવાનું તબીબે જણાવ્યું છે.હાલ જિલ્લામાં મિશ્ર ઋતુ ચાલી રહી છે. સવારથી સાંજ સુધી વાતાવરણમાં ઉકળાટ અને રાત્રે વાતાવરણમાં નજીવી ઠંડક પ્રસરી જાય છે. આમ તો મહતમ અને લઘુતમ તાપમાનમાં વધારો થયો છે ત્યારે રાત્રે પણ ગરમીનો અહેસાસ થાય છે ત્યારે આ ઋતુ બદલાવના કારણે પોરબંદર જિલ્લામાં કફ, શરદી અને ખાસ કરીને ગળામાં દુખાવો, સોજો, ગળામાં ઇન્ફેક્શન અને બાદ ઉધરસના વાહરા જોવા મળે છે.
સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે આવા દર્દીઓની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. નિલેશ મકવાણાએ જણાવ્યું હતુંકે, ઋતુના કારણે ફ્લૂ ઇન્ફેક્શનના કારણે કફ, ઉધરસના દર્દીઓની સંખ્યામાં 30 ટકાથી વધુ જેટલો વધારો નોંધાયો છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ આ સ્થિતિ જોવા મળે છે.
મેડિકલ સ્ટોરને બદલે તબીબને બતાવું હિતાવહ
હાલ કફ, ગળાનું ઇન્ફેક્શનના વાહરા ચાલી રહ્યા છે ત્યારે કેટલાક દર્દીઓ મેડિકલ સ્ટોર માંથી બીમારીના લક્ષણો જણાવી દવા લેતા હોય છે ત્યારે આ બાબતે તુરત નજીકના દવાખાનેથી તબીબ ને બતાવી દવા લેવી જોઈએ જે હિતાવહ રહે છે તેવું પણ તબીબે જણાવ્યું છે.
ઇન્ફેક્શનથી બચવા શું કાળજી રાખવી ?
હાલ જિલ્લામાં કફ, ગળાનું ઇન્ફેક્શન, ઉધરસના દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે લોકોએ બહારના ઠંડા પીણા અને બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ, વાસી ખોરાક ન ખાવો, પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ તેમજ ઘરે બનાવેલ ગરમ ખોરાક ખાવો જોઈએ. હળદર મીઠા વાળા કોગળા કરવા અને નાશ લેવો જોઈએ, માસ્ક પહેરી બહાર નીકળવું જોઈએ. દાળિયા ખાવા, સાદો સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ તેવું સિવિલ હોસ્પિટલના તબીબ ડો. નિલેશ મકવાણાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.