તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 398.50 લાખના ખર્ચ સાથે 18.77 લાખની પુરાંત વાળું બજેટ મંજુર

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2021-22 ના મનરેગા બજેટમાં 7,23,456 માનવદિનના રૂ. 21.47 કરોડ મંજુર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતીની રચના કરાઈ

પોરબંદરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 398.50 લાખના ખર્ચ સાથે રૂ. 18.77 લાખના પૂરાંત વાળું બજેટ મંજુર કરાયું છે ઉપરાંત આ સભામાં અધિકારી દ્વારા વર્ષ 2021-22 ના મનરેગા બજેટમાં 7,23,456 માનવદિનના રૂ. 21.47 કરોડ મંજુર કર્યાની જાહેરાત કરવામાં આવી છે તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.

પોરબંદરમાં જિલ્લા પંચાયત ખાતે નવી બોડીએ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના 2020-21ના વર્ષનું સુધારેલ અને વર્ષ 2021-22 ના વર્ષના અંદાજ પત્ર ડીડીઓ વી.કે.અડવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાના અધ્યક્ષ સ્થાને રજૂ કર્યું હતું જેમાં ખુલતી સિલક રૂ. 256.75 લાખ તેમજ અંદાજીત આવક રૂ. 160.52 લાખ મળી કુલ રૂ. 417.27 લાખ માંથી રૂ. 398.50 લાખના ખર્ચ સાથે રૂ. 18.77 લાખ રકમની પૂરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કર્યું હતું. ઉપરાંત આ સભામાં અધિકારી એસ.ડી.ધાનાણીને જણાવ્યું હતું કે ગત વર્ષે મનરેગા યોજનામાં 7.48 કરોડ રૂપિયાનું બજેટ હતું અને 3.08 લાખ માનવદિન એટલેકે શ્રમિકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હતો પરંતુ કોરોનાને પગલે 2.61 લાખ માનવદિન ઉદપન્ન થયા હતા અને રૂ. 5.50 કરોડ રકમ મનરેગા હેઠળ બજેટ મંજુર થયું હતું.

જ્યારે આ વખતે મનરેગા બજેટ રૂ. 21.47 કરોડ અને 7,23,456 માનવદિન મંજુર કરવાનો લક્ષ્યાંક છે. જે બજેટ મંજુર કર્યું હતું. મનરેગા યોજના હેઠળ શ્રમિક બેરોજગરને વર્ષમાં 100 દિવસ કામ માટે રોજગારી મળશે અને આ લક્ષ્યાંક પૂર્ણ કરવા સતત પ્રયાસ થશે જેથી બેરોજગારોને આ યોજના હેઠળ રોજગારીનો લાભ મળશે. ઉપરાંત આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. અને આગામી તા. 8 એપ્રિલના રોજ આ વિવિધ સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

જિલ્લા પંચાયતના 4 બળેજ સીટના કોંગ્રેસના સદસ્ય ઠેબાભાઈ ચૌહાણએ રજુઆત કરી હતી કે તેના મત વિસ્તારમાં ચોમાસા દરમ્યાન અમીપુર બળેજ રસ્તા પર બન્ને સાઈડ પાણી ભરાઈ જવાથી 3 થી 4 હજાર એકર જેટલા ખેતર વાવેતર વગરના પડતર પડ્યા રહે છે અને પસવારી બેઠા પુલમાં ઝાડી ઝાંખરા વધે છે જેથી ચોમાસા દરમ્યાન ભાદર નદીનું વહેણ બદલાય છે જેથી તાકીદે કામગીરી હાથ ધરવા રજુઆત કરી હતી.

વિકાસના કામો માટે રૂ. 5 લાખ મંજુર થયા
મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતની બેઠકના સભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસના કામો માટે અત્યાર સુધી રૂ. 2.50 લાખની રકમ સરકાર તરફથી મળતી હતી તેમાં વધારો કરી રૂ. 5 લાખ કરવામાં આવ્યા છે જેથી જિલ્લા પંચાયતના સદસ્ય પોતાના મત વિસ્તારમાં રૂ. 5 લાખના વિકાશના કાર્યો કરી શકશે.

કેટલા રૂપિયા બજેટમાં મંજુર થયા?
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ મંજુર થયું હતું જેમાં વિકાસ ક્ષેત્રે રૂ. 93 લાખ, પંચાયત ક્ષેત્રે રૂ. 35 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 33.70 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે રૂ. 14 લાખ, ICDS ક્ષેત્રે રૂ. 13 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે જેમાં અનુ જાતિ એસસી માટે રૂ. 10 લાખ, જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ. 49 લાખ, અન્ય પ્રક્રિર્ણ યોજના માટે રૂ. 33. 50 લાખના ખર્ચે વિકાસના કામો થશે.
સભામાં કઈ કઈ સમિતીની રચના કરાઈ?
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી કારોબારી સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ તેમજ મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિની રચના કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો