બેઠક:જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કુતિયાણા ખાતે કરાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજન માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ

આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત આજે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ ઉજવણીના આયોજન માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાશે.

ધ્વજવંદન, પરેડ, ટેબલો પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, સન્માન તેમજ અન્ય તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓને કામગીરી બાબતે જણાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની,અધિક કલેક્ટર મેહુલ જોશી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, કુતિયાણાના પ્રાંત અધિકારી પારસ વાંદા, પોરબંદરના જાડેજા, તેમજ આરોગ્ય, શિક્ષણ, વન વિભાગ સહિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...