તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિ:જિલ્લા કલેકટરની ગાંધીનગર ICDS શાખાના ડાયરેકટર તરીકે બદલી થઈ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર એસો.ના ઉપપ્રમુખે કલેક્ટરની બદલી કરવા સીએમને રજૂઆત કરી હતી
  • એ.એમ.શર્માની પોરબંદર જિલ્લા કલેકટર તરીકે નિયુક્તિ

પોરબંદરના જિલ્લા કલેકટરની ગાંધીનગર આઇસીડીએસ શાખાના ડાયરેકટર તરીકે બદલી થઈ છે જ્યારે ગાંધીનગર આઇસીડીએસ શાખાના ડાયરેકટર એ.એમ.શર્માની પોરબંદર જિલ્લા કલેકટર તરીકે નિયુક્તિ થઈ છે.પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન. મોદીની ગાંધીનગર આઇસીડીએસ શાખાના ડાયરેકટર તરીકે બદલી થઈ છે. ડી.એન. મોદીએ તા. 1 સપ્ટેમ્બર 2019મા પોરબંદર જિલ્લામાં કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

તેના કાર્યકાળ દરમ્યાન કોરોના અંગેની કામગીરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતેની મહત્વની કામગીરી રહી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં કામગીરી બાબતે બાર એસોસીએશનના ઉપપ્રમુખ વકીલ ભરતભાઇ લાખાણીએ મુખ્યમંત્રીને જિલ્લા કલેકટરની બદલીની માંગ કરી હતી. કોરોના મહામારી વચ્ચે પોરબંદરના જિલ્લા કલેકટર મોદીની બદલી થઈ છે જ્યારે ગાંધીનગરના આઇસીડીએસ શાખાના ડાયરેકટર એ.એસ. શર્માની પોરબંદર કલેકટર તરીકે નિયુક્તિ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...