પોરબંદર જિલ્લાએ સીએમ ડેશબોર્ડમા પ્રથમ રેન્ક હાસલ કરતા જિલ્લા કલેટરએ ટીમ પોરબંદરના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ અરજીઓનો સમયસર નિકાલ, અલગ રાશનકાર્ડ કરવા માટીની અરજીઓનો પણ સમયસર નીકાલ કરી 100ટકા કામગીરી પુર્ણ કરવી, સીટી સર્વે, ઈ-ધરામા આવતી અરજીઓનો 99ટકા સમયસર નિકાલ સહિત વિવિધ યોજનાઓમા જિલ્લામા જનહિતલક્ષી તથા સેવાઓમા ઉત્તમ કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યમાં પોરબંદર કલેક્ટરને ડેશ બોર્ડ પર પ્રથમ રેન્ક મળ્યો છે.
સીએમ ડેશબોર્ડ એક ડિજિટલ પ્લેટફોર્મ (ડેશબોર્ડ) છે. જે ગુજરત રાજ્યની તમામ ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સમાંથી ડેટાને એક્સેસ કરે છે અને નિર્ધારિત કી પરફોર્મંસ ઈંડીકેટરથી સતત દેખરેખ તેમજ માહિતી જોઈ અને વિશ્લેષણ કરી શકાય છે. તેમાં ડેટાનું વિશ્લેષણ 2 રીતે કરી શકાય છે. વિસ્તારની દ્રષ્ટિએ, ડીપર્ટમેંટ પ્રમાણે, જીલ્લા પ્રમણે તાલુકા પ્રમણે અને ગામ પ્રમાણે, સમયની દ્રષ્ટિએ – દરરોજ, અઠવાડીક, મહીને અને વર્ષે તેનો ઉપયોગ વિવિધ સ્ટેક હોલ્ડર દ્વારા કરવામાં આવે છે
જેમ કે સેક્રેટરી, એચ.ઓ.ડી., કલેક્ટર,ડી.ડી.ઓ અને એસ.પી. તેમનુ મોનીટરીંગ વિવિધ 20+ ગવર્મેંટ સેકટર અને 159+ ઈ-ગવર્નન્સ એપલીકેશન જેવી કે ઈ-ધારા, ડીજીટલ ગુજરાત, PDS, કલેક્ટર પોર્ટલ, RFMS, i-ora વગેરે થી અને દરરોજ રાત્રીનાં ચોક્કસ સમયે ડેટા તેમાથી લેવામાં આવે છે અને ડેશબોર્ડ પર મેપ કરવામાં આવે છે.રીયલ ટાઈમ પરફોર્મંસ ઈંડીકેટરને વિવિધ કેટેગરી જેમ કે A++,A+,B અને C કેટેગરીમાં જીલ્લાનું પરફોર્મ્ન્સ કેટેગરાઈસ કરવામાં આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.