તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:માધવપુરમાં 151 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ

માધવપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલારામ મંદિર અને કૉમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ યુ.કે. દ્વારા સેવા કાર્ય કરાયું

માધવપુર ઘેડ ખાતે માનવતા પરિવાર દ્વારા 151 શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર (ગ્રીનફર્ડ યુકે લંડન)ના સહયોગથી 151 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું હતું. હાલ કોરોના જેવી વિકટ પરિસ્થિતિને લઈને હાલ નાના મોટા ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામા આવ્યુ છે ત્યારે માધવપુરના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનારાઓ કે જેઓ ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તેવા 151 જરૂરીયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામા આવી હતી.

આ કાર્ય કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવ્યું હતું. જેથી જરૂરિયાતમંદ પરિવારોના રહેણાંક પર જઈને રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સદ્કાર્યમા માનવતા પરિવારના કાર્યકરો તેમજ ગોવિદભાઈ બાલશ, ભાનુભાઈ ભુવા, માધવપુર CHC ના ડો.હેતલબેન સહિત વેપારીભાઈ ગ્રામજનો ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...