તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પોરબંદરમાં ડોક્ટર દિવસ નિમિત્તે તબીબોને સન્માનપત્રોનું વિતરણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર અને ડીડીઓએ તબીબો અને પેરા મેડિકલ સ્ટાફને આવકાર્યા

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણીએ આજે ડોક્ટર દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લાના સરકારી તબીબોની સેવા ની બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.કલેકટર અશોક શર્માએ તબીબોના ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોને બિરદાવી દર્દી નારાયણની સેવામાં રાત દિવસ દર્દીઓની જિંદગીને બચાવવા પરિશ્રમ કરનાર તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ અને સહયોગીઓ ને સન્માનપત્ર ,પુષ્પો આપી કોરોના કાળમાં કરેલી સેવા ને આવકારી હતી.

કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને સિવિલ હોસ્પિટલ ,અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી પેરામેડિકલ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તબીબો અને પેરા મેડિકલ સ્ટાફે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે દર્દીઓની સેવા એ અમારો જીવન મંત્ર છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ના પ્રોત્સાહનથી અમને બળ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...