રજૂઆત:ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરાકરણ લાવવા જિલ્લા પંચાયત પ્રમુખની સીએમને રજુઆત

પોરબંદરના ઘેડ પંથકમાં દર વર્ષે વરસાદી પાણીના કારણે તારાજી સર્જાતી હોવાથી આ વરસાદી પાણી ની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.ઉપરવાસમાં થતો ભારે વરસાદનું પાણી પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર તાલુકાના ગામોમાં ખેતરો તેમજ ઘરોમાં ફરી વળે છે. અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. લોકો 2 થી 3 મહિનાઓ સુધી ખેતરોમાં જઈ શકતા નથી, ઘરની બહાર નીકળી શકતા નથી, બાળકો શાળાએ જઇ શકતા નથી, દર્દીઓ સારવાર અર્થે સારવાર માટે પણ જઇ શકતા નથી અને દર વર્ષે માનવ તથા પશુ મૃત્યુ વરસાદી પાણીના પુરને કારણે થાય છે.

ઘેડ વિસ્તારમાં આ વરસાદી પાણી ભરાવાનો કાયમી નિકાલ માટે સરકાર તરફથી યોજના બનાવી અને આનો કાયમી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. ચોમાસા દરમિયાન આ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં તરબોળ થઇ જાય છે. જનજીવન ખોરવાઇ જાય છે. સરકાર તરફથી વહેલામાં વહેલી તકે આ વિસ્તારનો સર્વે કરાવી ઘેડમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન કારાવદરાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...