તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકી:પોરબંદરમાં ગંદો કાટમાળ રોડ પર ખડકી દેવાયો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૂનાના ભઠ્ઠાથી સુભાષનગર તરફના રસ્તે સ્ટ્રીટલાઈટનો અભાવ છે તેમજ રસ્તા પર ગંદો કાટમાળ ખડકાયો છે જે દૂર કરી સ્ટ્રીટલાઈટ મુકવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.

પોરબંદર ચુનાની ભઠ્ઠીથી સુભાષનગર તરફ જતો રસ્તો અને ત્યાથી જે.ટી તરફ ના રસ્તે ધણાં સમયથી લોકો કચરો ફેંકી જાય છે અને હવે તો કચરો એટલો વધી ગયો છે કે અડધા રોડ સુધી આવી ગયો છે. આ કચરાને લીધે પર્યાવરણ દુષીત બની રહયું છે સાથે સાથે રસ્તા ૫૨થી દરરોજ ના હજારો લોકોની અવર જવર થાય છે. જેથી કચરાના કાટમાળને કારણે મુશ્કેલી પડી રહી છે.

આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટની જેવી પાયાની સુવીધા પણ આજ દિવસ સુધી મળી નથી જેના કારણે રાત્રે જે.ટી પર કે મચ્છીની ફેકટરીઓ માં જતા મજુર વર્ગ ને ખુબ તકલીફ વેંઠવી પડે છે અને આ રસ્તા પર ઈન્ડસ્ટ્રીયલ ભારી ભરખમ વાહનો પસાર થતા રહે છે પણ સ્ટ્રીટલાઈટ ન હોવાને કારણે અંધારપટ છવાઈ જતા વારંવાર અકસ્માતો સર્જાયા કરે છે. જેથી આ અંગે યોગ્ય કામગીરી થાય તેવી સંજય રતનધાયરાએ તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...