તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:પોરબંદર શહેરના પક્ષીઅભ્યારણ્યની દીવાલ પાસે જ ગંદકીના ગંજ ખડકાયા

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પથ્થરો અને ઝાડી ઝાંખરા હોવાથી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી

પોરબંદરના પક્ષી અભયારણ્યની દીવાલ પાસેજ ગંદકીના ગંજ ખડકાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય ની દીવાલ પાસે જ ગંદકી જોવા મળે છે. લાંબી દીવાલ સુધી ઝાડી ઝાંખરા અને પથ્થરો ખડકાઈ ગયા છે. અને આ ઝાંખરામાં જીવજંતુ નો ઉપદ્રવ ફેલાયો છે. કચરાપેટી મુકવામાં આવી છે તે પણ તૂટેલી હાલતમાં છે અને કચરાપેટી માંથી કચરો સાફ થતો નથી. જેથી આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે.

આ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા છે. બાળકો રમતા હોય જેથી ઝેરી જનાવર કરડવાનો ભય રહે છે. વધુમાં પક્ષી અભયારણ્ય સુધીનો રોડ પણ બિસ્માર હાલતમાં છે. જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ દીવાલ નજીક યોગ્ય સફાઈ કરી કચરાપેટી મુકવામાં આવે તેમજ રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો