સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ:કિશોરીઓના સશક્તિકરણ માટે મહિલા-બાળવિકાસ વિભાગનો ડિજીટલ પ્રયાસ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. - Divya Bhaskar
કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.
  • પોરબંદર જિલ્લાની કિશોરીઓને માસિક સ્ત્રાવ અને તે દરમ્યાન વ્યક્તિગત સ્વચ્છતા વિષય પર માહિતી અપાઇ

પોરબંદરમાં સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ (SAG) યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે ૧૦૦% રાજ્ય પુરસ્કૃત પુર્ણા યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ના જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને સાથે-સાથે આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેટકોમ કાર્યક્રમના માધ્યમથી આઈ. સી. ડી. એસ. ની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપી “ કિશોરીઓ મા માસિક સ્ત્રાવ અને તે દરમ્યાન વ્યક્તિગત સ્વચ્છતા “ વિષય પર ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. આ તકે જીલ્લાની કિશોરીઓ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...