અરજદારોને રાહત:પોલીસ દ્વારા રોકવામાં આવે ત્યારે ડીજીલોકર, એમ પરિવહન પરના લાયસન્સ માન્ય ગણાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ કાર્ડની અછત હોવાથી લાયસન્સ મળતા નથી : પોરબંદરમાં હવે ડીજીલોકર ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય ગણાશે

પોરબંદર સહિત રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં અરજદારોને લાયસન્સના સ્માર્ટ કાર્ડ ન મળતા અરજદારો અને મુશ્કેલીઓ પડી રહી છે. પોરબંદર આરટીઓ ઇન્સ્પેકટરના જણાવ્યા અનુસાર જ્યારે પણ પોલીસ દ્વારા રોકવામાં આવે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ એમ પરિવહન અથવા તો ડીજીલોકરમાં ડીજીટલ સ્વરૂપે ઉપલબ્ધ હોય આ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય ગણાશે. આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા બાદ અરજદારોને પોસ્ટ ઓફિસ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે.

હાલમાં ગુજરાતભરની આરટીઓ કચેરીમાં પ્રિન્ટેડ સ્માર્ટ કાર્ડની અછત હોવાથી પાસ થઈ ગયેલા અરજદારોને આવા લાયસન્સ મળતા નથી. આખા રાજ્યમાં અંદાજે બે લાખથી પણ વધુ અરજીઓ પેન્ડિંગ છે જેઓને સ્માર્ટ કાર્ડ આપવાના બાકી છે. પોરબંદર આરટીઓ ઇન્સપેકટર બી. એમ. ચાવડાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પોરબંદર આરટીઓ કચેરીમાં હાલ સ્માર્ટ કાર્ડ ન હોવાથી પ્રિન્ટેડ કાર્ડ લોકોને આપવામાં આવ્યા નથી. હજુ આ કાર્ડ ક્યારે આવશે તેનો કોઇ ખ્યાલ નથી.

સાથે જ જનતાને માર્ગદર્શન આપી અને જણાવ્યું હતું કે ઍમ પરિવહન અને ડિજિટલ લોકર સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ છે. વધુમાં અરજદારના ડ્રાઇવિંગ લાઇસન્સ સ્વરૂપ સંબંધીની અરજી ટેસ્ટ પૂરું થયેથી સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજીસ્ટર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવીંગ લાયસન્સની એ-4 સાઇઝની પીડીએફ ડાઉનલોડ કરી શકે છે.

આ એ-4 સાઈઝ ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રિન્ટ અરજદારએ ટેસ્ટ પૂરું થઈ ગયેલ અરજદારને મોબાઈલ પર મળેલ એસએમએસ લિંક અથવા તે સારથી પોર્ટલ પણ પ્રિન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે. આ ડોક્યુમેન્ટ પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન જો નાગરિક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ કે અન્ય દસ્તાવેજ માંગે તો ડિજીટલ લોકરમાં ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ દસ્તાવેજ તરીકે બતાવવામાં આવે તો મોટર વિહિકલ નિયમ મુજબ માન્ય ગણાશે

અન્ય સમાચારો પણ છે...