આંખનો નિઃશુલ્ક મેગા કેમ્પ:પોરબંદર જિલ્લા ભાજપ કાર્યલય ખાતે નિદાન અને નેત્રમણી કેમ્પ યોજાયો; 265 જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવા એજ સંગઠનના સૂત્રને સાર્થક કરતાં તારીખ 14/12/2022ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાજયની નંબરવન આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે સુપર મેગા નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં 265 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતુ. જે તમામ લોકોને ભોજનની વ્યવસ્થા કરાવી અને 187 લોકોને નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા.

આ કેમ્પનું દીપ પ્રાગટય પૂર્વ કેબિનેટ મંત્રી અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતુ. કેમ્પને સફળ બનાવવા ભાજપના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...