NSUI દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળી ઉજવી હતી. ડીજેના તાલે અને રંગબેરંગી રંગોની છોડ ઉડી હતી જેમાં પ્રજ્ઞાચક્ષુઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો. હોળીનો તહેવાર લોકો શ્રદ્ધા પૂર્વક ઉજવે છે અને ધુળેટીના દિવસે બાળકો સહિત યુવાઓ અને વૃદ્ધો પણ કલર ઉડાવી તહેવારની મજા માણતા હોય છે.
રંગોનો ઉત્સવ એટલે હોળી, પરંતુ જે બહારની રંગબેરંગી દુનિયા જ નથી જોઇ શકતા તેવા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પૂરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા NSUI ટીમના તમામ સદસ્યો દ્વારા આયોજન કરાયું હતું જેમાં અંધજન ગુરૂકૂલના તમામ વિદ્યાર્થીઓ માટે ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીજે ગીતોના તાલે પ્રજ્ઞાચક્ષુઓ ઝૂમી ઉઠ્યા હતા. રંગબેરંગી કલરોની છોડ ઉડાવવામાં આવી હતી. આમ પ્રજ્ઞાચક્ષુઓએ ડીજે ના તાલે અને રંગ સાથે તહેવારની મજા માણી હતી અને આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
આ તકે, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ અને પોરબંદર NSUI ટીમના જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા, રાજ પોપટ,યશ ઓઝા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંધજન ગુરુકુલના સંચાલક કમલેશભાઈ ખોખરી અને પ્રજ્ઞાચક્ષુઓએ NSUI ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.