પોરબંદરની તરૂણીએ ખેલમહાકુંભમા મેદાન મારી રાજકોટ ખાતે ભારતનાટ્યમમા તૃતીય સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સામાન્યરીતે બાળકોને ડાન્સ, સંગીત સહિતની કલા શીખવાનો શોખ હોય છે. પોરબંદરની 13 વર્ષીય ધૃતિ વત્સલભાઈ દવે નામની તરૂણીને નાનપણથી જ ભારતનાટ્યમ શીખવાનો શોખ હતો.
જેથી આ તરૂણીએ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિના પ્રચાર ઓરસાર માટે કાર્યરત સુરભી કલાવૃંદ નામની સંસ્થા સાથે જોડાઈ ભારતનાટ્યમ શીખી હતી. તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ પ્રદેશ કક્ષાના ખેલમહાકુંભમા આ તરૂણીએ 6 થી 14 વર્ષની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલા રજૂ કરી હતી.
જેમાં ધૃતિએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કલાવૃંદના કલાગુરુ ક્રિષ્નાબેન રાણીંગા, સુરભી રાણીંગા, માધુરી લોઢીયા, જીતુભાઈ રાણીંગા તથા તમામ સભ્યોએ ધૃતિ દવેને અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.