સત્તા પહેલાં સમજો સમસ્યા:શહેરમાં સારી સુવિધા ધરાવતી ધર્મશાળા બને, નવા ઉદ્યોગો આવે તેવી અપેક્ષા...

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમે વિકાસ થવાની અને સુવિધા મળવાની આશાએ ખોબલે ખોબલે મત આપીને તમને ધારાસભ્ય બનાવ્યા છે. હવે અમારી સમસ્યાઓ દૂર થવાની અપેક્ષા પૂરી કરીને અમારાં મન પણ જીતો એવી અપીલ

પોરબંદર જિલ્લાની 2 વિધાનસભા મત વિસ્તારના નાગરિકો પાસેથી 'દિવ્યભાસ્કર'એ મુખ્ય સમસ્યાઓ જાણી હતી. નાગરિકોએ સમસ્યાઓ જણાવવા સાથે ધારાસભ્યો પાસેથી તેના ઉકેલ લાવવાની લાગણી પણ વ્યક્ત કરી છે. લોકોની આ સમસ્યાઓને અમે ધારાસભ્યો સુધી પહોંચાડીશું અને તેના નિકાલની સમય મર્યાદા પણ જાણીશું તથા પ્રસિદ્ધ કરીશું. સાથે જ એ સમય મર્યાદાનો ટ્રેકરે કોર્ડ રાખીને સમસ્યા દૂર કરવાનું પ્રગતિપત્રક પણ પ્રસિદ્ધ કરીશું.

પોરબંદર

  • શહેરમાં સારી સુવિધા ધરાવતી ધર્મશાળાની જરૂર છે.
  • પર્યટન સ્થળનો વિકાસ થાય તે ખાસ જરૂર છે.
  • શહેરમાં જ્યા ખરાબ રસ્તા છે તેનું નવિનીકરણ કરવું જોઈએ, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન અને નવા ઉદ્યોગો લાવી રોજગારીની તકો ઊભી કરવી જોઈએ.
  • ચૂંટણી પ્રચારમાં જે વચનો આપ્યા છે તે વચનો પૂરા કરવા જોઈએ.

કુતિયાણા

  • ઘેડ વિસ્તારમાં શિક્ષણ માટે કોલેજ નથી જેથી આ વિસ્તારમાં કોલેજ આવે તે જરૂરી છે.
  • ઘેડ વિસ્તારમાં આરોગ્ય માટે હોસ્પિટલની ખાસ જરૂર છે.
  • ભાદરને જોડતી કેનાલો બનાવવી જોઈએ. સંઘ અને મંડળીઓ બંધ છે તે ફરીથી ચાલુ કરાવવી જોઈએ.
  • શહેરમાં ઉદ્યોગો લાવવા જોઈએ. ઘેડ વિસ્તારમાં ટેકાના ભાવે પાક ખરીદીનું કેન્દ્ર ફાળવવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...