વિસર્જન:માધવપુર ગામે દશામાંની મૂર્તિ પધરાવવા ભકતો ઉમટી પડ્યા

માધવપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસની પૂજા બાદ માતાજીની મૂર્તિનું મધુવંતી નદીમાં લોકોએ વિસર્જન કર્યું

માધવપુર નજીક પાતા મધુવંતી નદીના કિનારે વહેલી સવારે 10 દિવસની દશામાની પૂજા અર્ચના બાદ મૂર્તિ પધરાવવા બહેનો ઉમટી પડી હતી. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અનેક તહેવારો આવતા જાય છે શહેર અને ગ્રામ્ય પંથકમા દિવાસાના દિવસ થી દશામાનું વ્રત શરુ થઇ જાય છે.

આ વ્રતમાં બહેનો દ્વારા દશામાની મૂર્તિનું સ્થાપન કરીને 10 દિવસ પુજાપાઠ, વાર્તા કરી અને 10 મા દિવસે દશામાની મૂર્તિ ને પાણીમા વિસર્જન કરવામાં આવતું હોય છે. આજે દશામાના વ્રતને 10 પૂર્ણ થતા પાતા નજીક આવેલી મધુવંતી નદીમાં વહેલી સવારે બહેનો દશામાની મૂર્તિ પધરાવા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...