તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા નિકળી નહીં:પૌરાણિક મંદિરે ભાવિકોએ જગન્નાથજીના દર્શન કર્યા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના સુદામા મંદિર સામે અંદાજે 500 વર્ષ જૂનું પૌરાણિક ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. 120 વર્ષ જૂની ઇમારત છે અને રાજાશાહી વખતનો રથ આવેલો છે. મંદિરમાં કાષ્ટપની મૂર્તિઓ આવેલી છે જેમાં શ્યામ મુખારવિંદ ધરાવતા જગન્નાથજી, લીંબુ રંગ ધરાવતા બહેન સુભદ્રાજી અને સફેદ મુખ ધરાવતા ભાઈ બલરામજી બિરાજે છે.

આ વખતે પણ કોરોનાને પગલે રથયાત્રા નીકળી ન હતી પરંતુ ભાવિકો દર્શનનો લ્હાવો લઇ શકે તે માટે રથ પર ભગવાનના દર્શન યોજાયા હતા. અષાઢીબીજના દિવસે સવારે 7 થી શાંજે 7 સુધી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. સામાજિક અંતર જાળવી ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત નરેન્દ્રદાસ રામાવત તથા મહંત કમલદાસ રામાવતે ભગવાનના પ્રિય મગ અને ચણાની પ્રસાદી દર્શનાર્થીઓને આપવામાં આવી હતી તેમજ મંદિરમાં યોગ્ય વ્યવસ્થા જળવાય રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...