ગણેશજીનું ભાવ પૂર્વક વિસર્જન:પોરબંદરમાં ગણેશ વિસર્જન માટે ભાવિકો ઉમટ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે 4 સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી જ્યાં આજ રોજ શહેરીજનોએ ગણેશજીની પ્રતિમાનું આસ્થા સાથે વિસર્જન કર્યું હતું. - Divya Bhaskar
તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે 4 સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી જ્યાં આજ રોજ શહેરીજનોએ ગણેશજીની પ્રતિમાનું આસ્થા સાથે વિસર્જન કર્યું હતું.
  • એક...દો... તીન... ચાર... ગણેશજી નો જય જય કાર... : વરસાદી માહોલ વચ્ચે લોકોએ ગણેશજીનું ભાવ પૂર્વક વિસર્જન કર્યું
  • તંત્રએ​​​​​​​ 4 સ્થળે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરી

એક...દો... તીન... ચાર... ગણેશજી નો જય જય કારના નાદ સાથે પોરબંદરમાં ગણેશ વિસર્જન માટે ભાવિકો ઉમટી પડયા હતા. વરસાદી માહોલમાં લોકોએ ગણેશજીનું ભાવ પૂર્વક વિસર્જન કર્યું હતું. તંત્રએ 4 સ્થળે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરી હતી.

પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે પોરબંદર શહેરમાં ઠેર ઠેર ગણેશજીની ભક્તિભાવ પૂર્વક ઢોલ શરણાઈ સાથે સ્થાપના કરી હતી. ગણેશજીના પંડાલમા ભાવિકોએ મહા આરતી કરી પૂજા અર્ચના કરી હતી અને ભાવ પૂર્વક ગણેશજીને અતિથિ બનાવ્યા હતા. શહેરમાં વિવિધ ગણેશજીના પંડાલ ખાતે ભાવિકો દર્શનનો લાભ લીધો હતો. ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન માટે તંત્ર દ્વારા 4 સ્થળ નક્કી કર્યા હતા જેમાં છાયા વિસ્તારમાં આવેલ રઘુવંશી સોસાયટી પાછળ કૃત્રિમ ખાડાની સુવિધા, બોખીરા વિસ્તારમાં બીએસયુપી આવાસ સામે ચારણઆઈ મંદિર પાસે, બોખીરા નંદેશ્વર તળાવ ઉપરાંત અસ્માવતી ઘાટ સોમનાથ મહાદેવ મંદિર પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવ્યા હતા. ગણેશ વિસર્જન બપોર બાદ શરૂ થયું હતું.

ભાવિકોએ વાજતે ગાજતે ડીજેના તાલે અબીલ ગુલાલ ની છોડ ઉડાડી ઉત્સાહ પૂર્વક ગણેશજીના વિસર્જન માટે વિવિધ માર્ગો પરથી નીકળ્યા હતા. આ તકે ચુસ્ત પોલીએ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ભાવિકોએ ભક્તિભાવ પૂર્વક ગણેશની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...