સુદામાના ચરણ સ્પર્શ:પોરબંદરના વિશ્વ પ્રસિદ્ધ સુદામા મંદિરે સુદામાના ચરણ પાદુકાને સ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી

પોરબંદરએક મહિનો પહેલા
  • વર્ષમાં એક જ વખત અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળે છે

પોરબંદરના વિશ્વ પ્રસિદ્ધ સુદામા મંદિર ખાતે વર્ષમાં એક વખત અખાત્રીજના પાવન દિવસે ભાવિકોને નિજ મંદિરમાં જઈને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળે છે. ત્યારે આજે અખાત્રીજનો દિવસ હોવાથી સવારથી જ ભાવિકોનો ભારે ધસારો સુદામા મંદિર ખાતે જોવા મળી રહ્યો છે.

વર્ષમાં એક જ વખત નિજ મંદિરમાં આ રીતે સુદામાના ચરણ પાદુકાનો સ્પર્શ કરીને દર્શન અપાઈ છે તેનુ એક ખાસ મહાત્મ્ય રહેલું છે. કહેવાય છે કે, આજના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે જ કૃષ્ણ સખા સુદામાજી તેમના પરમ મિત્ર ભગવાન કૃષ્ણને મળવા માટે પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા.

આજ મહાત્મ્યને લઈને દર વર્ષે લોકો આ દિવસની પ્રતિક્ષા કરતા હોય છે અને ભાવિકો વહેલી સવારથી જ સુદામ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચી જાય છે. સવારના પાંચ વાગ્યાથી શરૂ થતા આ દર્શન મોડી રાત્રી સુધી ચાલશે. સુદામાના ચરણસ્પર્શ કરીને દર્શનાર્થીઓ પણ ધન્યતા અનુભવતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...