તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથજીની જળયાત્રા યોજાઈ:પૌરાણિક મંદિરે જેઠ સુદ પૂર્ણિમાના ખાસ દિવસે ભાવિકોએ જળ ચડાવી ધન્યતા અનુભવી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં જગન્નાથ મંદિરે જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી જેમાં ભાવિકોએ જળ ચડાવી ધન્યતા અનુભવી છે.પોરબંદરમાં સુદામા મંદિર સામે પૌરાણિક જગન્નાથજીનું અંદાજે 500 વર્ષ પુરાણું મંદિર આવેલ છે. આ મંદિરે દરવર્ષની માફક આ વર્ષે પણ જેઠ સુદ પૂર્ણિમાના ખાસ દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ માટે જળયાત્રાનું આયોજન થતા ભાવિકોએ જગન્નાથજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મહંત નરેન્દ્રદાસ રઘુવીરદાસ રામાવત તથા કમલદાસ રામાવતે જણાવ્યું હતું કે આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે.

ભગવાન જગન્નાથજી આજના દિવસે તેના મામાના ઘરે જાય છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે રથયાત્રા દ્વારા નગરચર્યા કરવા બહાર નીકળે છે. જળયાત્રા દરમ્યાન ભગવાનને શુદ્ધ પાણીથી જળાભિષેક કરવામાં આવે છે. મંદિર ખાતે સેનેટાઈઝર અને સામાજિક અંતરના પાલન સાથે ભાવિકોએ જળાભિષેકનો લહાવો લીધો હતો. જગન્નાથજી મામાના ઘરે નાય છે જેથી આ મંદિર 15 દિવસ માટે બંધ રહેશે. બાદ આ મંદિરેથી અષાઢી બીજના દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રાનું આયોજન થશે તેવું મહંતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...