તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પોરબંદરમાં ડેવલોપમેન્ટ ચાર્જ, વિભાજન પરવાનગીની ફીમાં ઘટાડો કરવા રજૂઆત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, રાજકોટ અને જૂનાગઢ કરતા પણ વધુ ફી છે, બિલ્ડર એસો. દ્વારા આવેદન પાઠવાયું

પોરબંદર બિલ્ડર્સ એસો. દ્વારા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, તા. 12/10/2017થી બાંધકામ બાબતે સરકાર દ્વારા કોમન જી.ડી.સી.આર. લાગુ થયેલ છે અને તેમાં વસુલ થવા પાત્ર ચાર્જીસ નીર્ધારીત થયેલ છે. પોરબંદર નગર સેવા સદન દ્વારા તા.29/01/2020 ની જનરલ કમીટી ઠરાવ નં. 198 અન્વયે વિભાજન, એકત્રીકરણ, બીનખેતી લે-આઉટ પ્લાનના ફી વસુલ કરવાનું નિયત કરવામાં આવેલ છે અને અમુક કિસ્સામાં તે નવા દરથી ચાર્જીસ વસુલ પણ લેવામાં આવેલ છે અને તેના 16 માસ બાદ અનુસંધાનવાળી જાહેર નોટીશ પ્રસિધ્ધ થયેલ છે.

પોરબંદર-છાંયા નગર સેવા સદન સંયુકત થઈ જતાં તે પહેલાં થયેલ ઠરાવ આપોઆપ રદ થવાપાત્ર છે અને આવી કાર્યવાહી માટે નવેસરથી ઠરાવ કરવાનો થાય છે. સરકારના કોમન જી.ડી.સી. આર. માં નગરપાલીકા વાઈઝ કેટેગરી નક્કી થયેલ છે અને તેમાં પોરબંદર નગર પાલીકા એ મા સમાવેશ કરાયેલ છે જેથી તે મુજબ ચકાસણી ફી લેવાની થાય છે, નવા બાંધકામ ના કેસો માં પણ આવી સ્કુટીની ફી પ્રતિ મીટર રૂા. 5 લેવાની થાય છે જે રૂા. 15 વસુલવામાં આવી રહેલ છે.

સુચિત ચાર્જીસ નો વધારો પ્રવર્તમાન દર થી 750 ટકા જેટલો અમલી થાય તે કોઈ સંજોગોમાં ગ્રાહય રહેવાપાત્ર નથી, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, જામનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી, જુનાગઢ એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી અગર ગુજરાતના અન્ય કોઈ શહેરમાં આવા ઉંચા દરો નથી, ત્યારે પોરબંદર જેવા નાના શહેરમાં આવા દરો કોઈ સંજોગોમાં પરવડી શકે નહીં. જેથી ફી અંગે નો ઠરાવ રદ કરવા તેમજ ગુજરાત રાજયમાં અમલી કોમન જી.ડી.સી.આર. માં જણાવ્યા મુજબના ફી યથાવત રાખવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...