રજૂઆત:પક્ષીઓના સ્વર્ગ સમાન મોકર સાગર વેટલેન્ડ ખાતે પ્રાથમિક સુવિધા વિકસાવો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત બનેલ બર્ડ વોચિંગ ટાવર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ મુદ્દે કોંગ્રેસે સરકારને રજૂઆત કરી

પોરબંદર થી 20 કિલોમીટરના અંતરે દૂર આવેલ મોકર સાગર વેટલેન્ડ તરફ જતો માર્ગ ખૂબ જ બિસમાર હોય અને અહીં બર્ડ વોચિંગ ટાવર ખંડેર હાલતમાં ફેરવાયુ હોવા સહિતની સુવિધા વિકસાવવા અંગે કોંગ્રેસ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિના અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા દ્વારા સરકારને વિસ્તૃત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે પક્ષી નગરની ઉપમા પોરબંદરને મળી છે. અને અહીં દેશ-વિદેશના લાખો પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન જુદા જુદા વેટલેન્ડ પર ઉતરી આવે છે. ઉપરાંત બારેમાસ સ્થાનિક તથા પ્રવાસીઓથી જીવસૃષ્ટિ ધબકતું રહે છે.

ગોસાબારા નજીક આવેલ જળાશય અનેરૂ મહત્વ ધરાવે છે. અહીં શિયાળા દરમિયાન જ બે લાખથી વધુ માઇગ્રેટરી બર્ડ અમુક મહિનાઓ સુધી વસવાટ કરે છે. પક્ષીનું આ સ્થળ ખુબ જ મહત્વનું સ્થળ ગણાય છે પરંતુ જતન અને જાળવણી તથા વિકાસ માટે સરકાર ઉદાસીનતા દાખવી રહી છે. મોકર સાગર વેટલેન્ડનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં ફેલાયો છે અહીં અવરજવર કરવા માટે લોકોને પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ સ્ટ્રીટ લાઈટનો અભાવ છે, પાંચ કિલોમીટર સુધીના રોડ પર સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.

રાત્રિના સમયે અવરજવર કરવી મુશ્કેલ બને છે, અને અંધારામાં રોડ પર ખાડા નજરે પડતા નથી, અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમજ વર્ષો પહેલાં ગુજરાત સરકારે મોકર સાગર વિસ્તારમાં બર્ડ વૉચિંગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું, પરંતુ ૨૦૧૬ માં થયેલા લોકાર્પણ બાદ જતન અને જાળવણી માટે સરકાર ઉણી ઉતરી હોવાથી આ ટાવર ખંઢેર હાલતમાં ફેરવાયું છે. પગથિયાં તૂટી ગયા છે, તેની દીવાલો જર્જરિત બની ગઈ છે. પક્ષીઓની તસ્વીર સાથેના બોર્ડ લગાવ્યા હતા પરંતુ એ બોર્ડ હવે ક્યાંય નજરે પડતા નથી.

અન્ય સમાચારો પણ છે...