તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દેવભૂમી દ્વારકાના કલેક્ટરે ખાસ હુકમ કરતા હાથલાના શનિ મંદિરને બપોર બાદ ખોલાયું

બગવદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર બંધ રાખવાના નિર્ણયમાં બપોર બાદ ફેરફાર કરાયો

કોરોના સંક્રમણને લીધે પોરબંદર નજીક આવેલા હાથલા ગામના શનિદેવના જન્મ સ્થળ મનાતા શનિ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખયું હતું પરંતુ બપોર બાદ મંદિર ખોલી નાખવાનો હુકમ થતા 4-4 વ્યકિતઓને દર્શન માટે છૂટ આપવામાં આવી હતી.શનિ જયંતિના દિવસે દર વર્ષે હજારોની સંખ્યામાં દેશભરમાંથી દર્શનાર્થીઓ અહીં ઉમટી પડે છે. પરંતુ ગત શનિ જયંતિએ કોરોનાના સંક્રમણને લીધે આ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું અને તેવી જ રીતે આજે શનિ જયંતીને દિવસે આજે પણ સવારથી મંદિર કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું

તેમજ ભાણવડ પોલીસે ગડુના પાટીયાથી હાથલા સુધી તેમજ કુણવદરથી હાથલા સુધી તથા હાથલા ગામે શનિ મંદિર તરફ જતા રસ્તા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને દર્શન માટે આવી રહેલા ભકતનો રોકવામાં આવી રહયા હતા. પરંતુ બપોરના બે વાગ્યે દેવભૂમી દ્વારકાના જિલ્લા કલેકટરે ખાસ હુકમ કરી શનિમંદિર ખોલવાની રજા આપી દેતા પૂજારી પરિવાર દ્વારા સૌ પ્રથમ ધ્વજારોહણ કરી મંદિર ખોલવામાં આવ્યું હતું અને વારાફરતી ચાર-ચાર દર્શનાર્થીઓને દર્શન માટે છૂટ આપવામાં આવતા દર્શનાર્થીઓ ગદગદ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...