માથાભારે શખ્સ:ઓડદર ગામના 2 શખ્સની પાસા હેઠળ અટકાયત કરાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલાયા

પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીની સીધી સુચના મુજબ જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ વટહુકમ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવતા, એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવારમાં માથાભારે શખ્સની પાસા હેઠળ કામગીરી કરવામાં આવી છે.

જેમાં હાર્બર મરીન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હાના ઓડદર ગામનો દાસા ભીખાભાઈ ઉર્ફે ભીખનભાઈ છેલાણા અને રામા ઉર્ફે આલા બધુ છેલાણા નામના બન્ને આરોપી વિરૂધ્ધ એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા આ આરોપીઓને પાસા હેઠળ સુરત, અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી દ્વારા આ બન્ને આરોપીઓની પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...