તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પોરબંદરના પોલીસ સ્ટેશનમાં ડિટેઇન થયેલા બાઇક સડી રહ્યા છે

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માલિકો પોતાના વાહન છોડાવશે નહીં તો હરરાજી કરવામાં આવશે

કમલાબાગ પોલીસ મથકના પટાંગણમાં ડિટેઇન થયેલા બાઇકો સડી રહ્યા છે. આ બાઈકના માલિકો બાઇકને છોડાવવા નહિ આવે તો હરરાજી કરી દેવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું. કમલાબાગ પોલીસ મથકના પટાંગણમાં 15 થઈ વધુ બાઇકો લાંબા સમયથી પડી રહ્યા છે.

2016 થી અત્યાર સુધીમાં જે બાઇકો 203 મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા તેમાંથી આ બાઇકોના માલિકો તેને છોડાવવા ન આવતા હાલ આ બાઇક સડી રહ્યા છે. પોલીસ દ્વારા બાઈકના માલિકોને આ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી. આમ છતાં પરત લેવામાં આવ્યા નથી. પોતાના વાહનો નહિ છોડાવવામાં આવે તો હરરાજી કરવા નિવેદનમાં જણાવેલ છે.

આગામી સમયમાં આ ડિટેઇન થયેલા બાઇકો માલિક દ્વારા જરૂરી કાગળિયા કરી નહિ છોડાવે તો જરૂરી પ્રક્રિયા કરી હરરાજી કરાશે તેવું પીઆઇ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો