તંત્ર નિષ્ફળ:નવીબંદર ગામે પાણીના પ્રવાહને કારણે અવર જવરમાં થતી હાલાકી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજૂઆત કરવા છતાં પુલિયું બનાવવામાં તંત્ર નિષ્ફળ

પોરબંદરના ઘેડ પંથક વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાતું હોય અને લાંબા સમય સુધી પાણીનો નિકાલ થતો ન હોવાથી નવીબંદર ગામના લોકોને એક ગામ થી બીજા ગામમાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનીકો દ્વારા વારંવાર આ અંગે તંત્રને રજૂઆત છતાં આજદિન સુધી તંત્ર પુલિયું બનાવવામાં નિષ્ફળ રહી છે. પોરબંદરનો ઘેડ પંથક રકાબી જેવો આકાર ધરાવે છે જેથી દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન અહીં વરસાદી પાણી ભરાઇ જતા હોય છે. વેરાવળ-સોમનાથ હાઇવે પર આવેલ નવીબંદર ગામ તરફ જવા માટે રસ્તા વચ્ચે કોઝવે આવે છે. આ કોઝવેમાં પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોવાથી લોકોની અવર જવર થઇ શકતી નથી.

ખાસ કરીને મરીન પોલીસ સ્ટેશન પણ અહીં આવેલું છે ત્યાં પોલીસ સ્ટાફ પણ અવર જવર કરી શકતો નથી તેમજ નાના ભૂલકાઓને પણ સ્કૂલ જવા માટે અને ગ્રામજનોને પણ એક ગામથી બીજા ગામ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર કોઝવેની જગ્યાએ કલ્વટર પુલિયું મુકવામાં આવે તો સહેલાઇથી લોકો અવરજવર કરી શકે તેમ છે અને લોકોને આ સમસ્યાથી કાયમી છૂટકારો મળી શકે તેમ છે. સ્થાનીકો દ્વારા વારંવાર આ અંગે તંત્રને રજૂઆત છતાં આજદિન સુધી તંત્ર પુલિયું બનાવવામાં આવ્યું નથી જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા અહીં પુલિયું બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...