તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પોરબંદરની મચ્છી માર્કેટ પાસે શૌચાલય બંધ હોવાથી હાલાકી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ પડેલા શૌચાલયને શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી

પોરબંદર લાતીબજારમાં આવેલ મચ્છીમાર્કેટ વિસ્તારમાં શૌચાલય બંધ હોવાના કારણે સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરમાં જાહેર શૌચાલયોને અમુક સ્થળોએ પાણી સહીતની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તાળા લાગ્યા છે. સરકાર દ્વારા લાખોના ખર્ચા કરી લોકોને સુવિધા પુરી પાડવામાં આવે છે.

શૌચાલયોના બાંધકામ સહિતની વ્યવસ્થા કરાયા બાદ તંત્ર જાળવણી કરવામાં વામણું સાબીત થાય છે. જેના કારણે સરકારે કરેલ ખર્ચ પર પાણી ફરી વળે છે. શહેરમાં આવેલ લાતીબજાર મચ્છીમાર્કેટ વિસ્તારમાં લોકોની સતત અવર જવર રહે છે. ખાસ કરીને આ વિસ્તારમાં અનેક મહિલાઓ પણ અલગ-અલગ વ્યવસાયથી પોતાનું ગુજરાન ચલાવે છે.

પરંતુ અહી જાહેર શૌચાલય બંધ હોવાના પગલે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં બનાવવામાં આવેલ શૌચાલયના બાંધકામનું નિકંદન નીકળી રહ્યું છે અને પાણી સહીત કોઇ પ્રકારની વ્યવસ્થા નથી. જવાબદાર તંત્ર દ્વારા બંધ પડેલ શૌચાલય ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...