પોરબંદરના બોખીરા વિસ્તારમાં બી એસ યુ પી યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે 2448 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અને જે અત્યંત ગરીબ લોકો માટે માત્ર પાંચ હજાર રૂપિયામાં આવાસ ફાળવવામાં આવી રહ્યા છે.
ચાર મહિના પહેલા 300 અને બે દિવસ પહેલા 135 ફ્લેટની ચાવી ભાજપના આગેવાનોના હસ્તે અપાય છે, પરંતુ તેઓને વીજમીટર હજુ સુધી અપાયા નથી. ચાર ચાર મહિનાથી લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
દરેક રહેણાંક અને ઘર પૂરું પાડવા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સરકારની બી.એસ.યુ.પી યોજના અંતર્ગત નગરપાલિકાના વિસ્તારમાં રામકૃષ્ણ મિશન સામે ફ્લેટ બનાવવામાં આવ્યા છે. ત્યારે ૧૩૫ યુનિટ ફાળવવા માટે સાતમા તબક્કાનો કોમ્પ્યુટરાયઝડ ડ્રો તન્ના હોલ ખાતે ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરી લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર તથા ચાવી સોંપવામાં આવી હતી. પરંતુ મહત્વની બાબત એ છે કે ત્યાં વીજ મીટર હજુ સુધી ફાળવવામાં આવ્યા નથી.
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા તેમજ ઓબીસી સેલના જીલ્લા પ્રમુખ વિજયભાઇ બાપોદરા સહિતના અગ્રણીઓએ આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે, અને ચાર મહિના થી વીજ મીટર ફાળવવામાં આવ્યા નથી, વીજ કનેક્શન હજુ સુધી આપવામાં આવ્યા નથી. જેથી વીજળી સહિતની પાયાની સુવિધા પણ અગાઉથી વ્યવસ્થા કરી શકે નહીં તો તે તંત્ર માટે અને વિકાસની વાતો કરતા ભાજપ સરકાર માટે શરમજનક હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.