તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ રંગભૂમિ દિવસ:પોરબંદરના રવિન્દ્ર રંગમંચની અવદશા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલાકારોએ રંગમંચનો ભવ્ય ભૂતકાળ યાદ કર્યો, રવિન્દ્ર રંગમંચ પુન:જીવીત કરવા માંગ

વિશ્વ રંગભૂમિ દિવસે પોરબંદરના કલાકારોએ રવિન્દ્ર રંગમંચનો ભવ્ય ભૂતકાળ યાદ કર્યો હતો. હાલ આ ઓપન એર થિયેટર રવિન્દ્ર રંગમંચ બિસ્માર બન્યું છે જેનું નવીનીકરણ હાથ ધરી પુન:જીવીત કરવા માંગ કરી છે. ખાટલે મોટી ખોડ એ છે કે પોરબંદર માં નાટકના શો માટે પાલિકા દ્વારા સંચાલિત રવીન્દ્ર રંગમંચ છે, જે ઓપન એર થીયેટર છે અને ખુબ બિસ્માર હાલતમાં છે, વિશ્વ રંગભૂમિ દિવસે કલાકારોએ રવિન્દ્ર રંગમંચનો ભૂતકાળ યાદ કર્યો હતો. એક સમયે પોરબંદરમાં આ રંગમંચ નો ખુબ દબદબો જોવા મળતો હતો. અને રંગભૂમિ ના દીગજ્જ કલાકાર એવા સ્વ. પૃથ્વીરાજ કપૂર પણ પોરબંદર ખાતે નાટક ના શો કરવા પધાર્યા હતા.

1960-61 ના દશકામાં રાષ્ટ્રપ્રેમી કવિ સ્વ. રવિન્દ્રનાથ ટાગોર ની સ્મૃતિમાં રવીન્દ્ર રંગમંચ ઓપન એર થીએટર ની નિર્માણ કરાયું હતું. જે ભારતીય બેઠક ધરાવતું હતું. અને તેનું સંચાલન પાલિકા કરી રહ્યું છે. અહી ભૂતકાળ માં સ્વ.રામજીભાઈ પાડલીયા દ્વારા ગાયક મુકેશને પણ બોલાવવામાં આવ્યા હતા એ સિવાય પણ બોલીવુડ અને રંગભૂમિ ના અનેક દિગ્ગજ કલાકારો આ રંગમંચ પર પોતાની કળા પાથરી ચુક્યા છે પરંતુ હાલ માં આ સ્થળ ખુબ બિસ્માર હાલત માં જોવા મળે છે. ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને દીવાલો પર પણ તિરાડો જોવા મળે છે. અનેક કલાકારો ને પ્લેટફોર્મ પૂરું પાડનાર આ રંગમંચ ની દુર્દશા જોઈ શહેરની કલાપ્રેમી જનતા અને કલાકારો માં પણ દુખ ની લાગણી જોવા મળે છે.

ઝાહિદ નાગોરીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં અનેક લોકો પાસે ટેલેન્ટ છે અને પ્લેટફોર્મ પૂરું પડતું એક માત્ર આ રંગમંચ છે જેની અવદશા થયેલ છે. અનેક નાટકોથી માંડીને વિવિધ કલાના કાર્યક્રમો થઈ શકે છે જેથી આ રવિન્દ્ર રંગમંચનું યોગ્ય નવીનીકરણ હાથ ધરી આ રંગમંચને પૂન: જીવિત કરવું જોઈએ તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો