તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ડેપોના મિકેનિકલને નોટીસ આપી છતાં હાજર નથી થયો

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ બસે ટાયરના નટબોલ ઢીલા થતાં નોટીસ પાઠવી હતી

તાજેતરમાં પોરબંદર એસટી ડેપો ખાતેથી ઉપડેલી બસના પાછલા ટાયરના નટબોલ ઢીલા થતા ડેપો મેનેજરે તે દિવસના ઇન્ચાર્જ મેકેનિકને નોટિસ આપ્યા બાદ આ મિકેનિક હાજર થયો નથી.

તાજેતરમાં પોરબંદર એસટી ડેપો ખાતેથી જૂનાગઢ જવા ઉપડેલી બસ કુતિયાણા ના માલગામ નજીક પહોંચતા બસના પાછળ ટાયરના નટબોલ ઢીલા થયા હતા. જેથી ડ્રાઇવરે બસને સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને આ અંગેની જાણ ડેપો ખાતે કરવામાં આવતા ત્યાંથી મિકેનિક બોલાવ્યો હતો અને ટાયર કાઢી ફરીથી રીપેર કરવામાં આવ્યું હતું. આમ મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી અને જાનહાની ટળી હતી.

આ બેદરકારી બદલ તે દિવસના ઇન્ચાર્જ મિકેનિક હસમુખ નિમાવતને ડેપો મેનેજરે નોટિસ આપી આ અંગે 3 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું પરંતુ ખુલાસો આપવાને બદલે આ મિકેનિક રજા રિપોર્ટ મુક્યા વગર જ ચાલ્યો ગયો હતો અને હાજર થતો નથી. ડેપો મેનેજર હિરીબેન કટારાએ જણાવ્યું હતું કે આ મિકેનિક હાજર થયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...