પોરબંદર જિલ્લાના વિકાસ માટે કૃષિ કોલેજ સ્થાપવામાં આવી છે. કોલેજ માટે માળખાકીય સુવિધા ઉભી કરવા માટે જમીનની આવશ્યકતા રહે છે. ખાપટ ફાર્મ હસ્તક 24 હેક્ટર જમીન પૈકી કૃષિ ફાર્મ હસ્તની જમીન છે જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને વધુ પ્રવૃત્તિ માટે કુલ 20 હેક્ટર જમીન ફાળવવામાં આવેલ છે, હાલમાં તે હેતુ માટે વપરાશમાં છે.
ઉપરાંત ત્રણ હેક્ટર જમીનમાં કપાસ સંશોધન યોજના હેઠળ અખતરા તથા બીજ ઉત્પાદન અને ગોડાઉન વગેરે માટે વપરાશમાં છે. એક હેક્ટરમાં કોલેજના બિલ્ડીંગ હોસ્ટેલના બિલ્ડિંગનું બાંધકામ થયું છે. પરંતુ ગાઇડલાઇન મુજબ કૃષિવિદ્યાલય સ્થાપવાના લઘુત્તમ ધારાધોરણ મુજબ ઓછામાં ઓછી 30 હેક્ટર જમીન હોવી જરૂરી છે. અને અન્ય પ્રોજેક્ટની કોલેજમાંથી દરખાસ્ત કરવા તેના અખતરા હાથ ધરવા પણ વધુ 10 હેકટર જમીનની જરૂરિયાત ઊભી થવાની શક્યતા છે. આમ 40 હેક્ટર જમીનની જરૂરિયાત છે.
આ જમીનની જરૂરીયાત પૂરી કરવા તથા કૃષિ કોલેજના નવા બનાવાયેલ બિલ્ડિંગ નજીકમાં આશરે 6 કિમી જેટલા અંતરે આવેલ ભારતીય સરકારી રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત ગૌચર સંલગ્ન ગીર અભયારણ્ય કાઉ સેન્ચ્યુરી સ્થાપવા માટે લાગુ પડતી અને માગણી વાળી જમીનની કૃષિ કોલેજની ખુબજ નજીક હોય, વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્ય માટે ખૂબ જ અનુકૂળ પડે તેમ છે. જ્યારે કે અન્ય વિકલ્પ કોલેજ બિલ્ડિંગથી આશરે 45 કિ.મી ના અંતરે આવેલ કુતિયાણા પાસેના રાજ્ય સરકારના સીડ ફાર્મ બંધ હાલતમાં હોય તે હસ્તકની જમીન 48.42 હેક્ટર પણ જો કૃષિ યુનિવર્સિટીને ફાળવવામાં આવે તો કૃષિ કોલેજની જરૂરિયાત પૂર્ણ થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.