માંગ:પોરબંદરમાં ચૂંટણી સમયે આંગડીયા પેઢીમાં બેનામી નાણાંની થતી હેરાફેરી અટકાવવા માંગ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગડીયા પેઢીઓમાં એક મહિનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી

પોરબંદર સહિત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે, ત્યારે ચૂંટણી સમયે આંગણીયા પેઢીઓમાં બેનામી રૂપિયાની હેરાફેરી થતી હોવાની ફરિયાદ ચૂંટણી પંચને પોરબંદરના સામાજિક અગ્રણી દ્વારા કરવામાં આવી છે. પોરબંદર નજીક આવતા આદિત્યાણા ગામના સામાજિક અગ્રણી પ્રકાશભાઈ પંડિત દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારીને ફરિયાદ કરી જણાવ્યું છે, કે વિધાનસભાની ચૂંટણી થતા જ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર હકારાતમક કામગીરી કરી રહ્યું છે.

ઠેક ઠેકાણે ચેકિંગ થઈ રહ્યું છે, તેમજ તંત્ર દ્વારા રૂપિયા ૫૦ હજાર થી ઉપરની હેરાફેરી માટે આધાર પુરાવો જરૂરી હોવાની જાહેરાત કરવામાં આવી છે. રસ્તા ઉપર લોકોના વાહનો તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે તેનો કોઈ વાંધો ન હોઈ શકે અને લોકો પણ તેમાં સહકાર આપી રહ્યા છે. પણ આ જ તંત્ર કહેવાતા મોટા માથાઓની આંગણીયા પેઢીઓ સામે લાજ કાઢતો હોય તેવું જણાવ્યું છે. આંગણીયા પેઢીઓમાં થતા બેનામી રૂપિયાની હેરાફેરી કાળું નાણું જે દિલ્હીથી ઠલવાય છે, તેના સામે તંત્ર વામણું સાબિત થતું હોવાનું લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા રહ્યું હોવાનું પ્રકાશ પંડિત દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે.

ચૂંટણીમાં આ કાળા નાણાનો ઉપયોગ ન થાય અને ચૂંટણી નિરપક્ષ અને ન્યાય રીતે થાય પણ ખરેખર ચૂંટણીમાં વપરાતું બેનામી કાળું નાણું દિલ્હીથી અને બહારથી આ કહેવાતા મોટા માથાઓની આંગણીયા પેઢીઓમાં જ લેવડદેવડનું વહીવટ થાય છે.

આંગણીયા પેઢીઓના નાણા મોકલવામાં આવે તો કોઈપણ જાતની પહોંચ આપવામાં આવતી નથી. આમ નાણાંની લેવડદેવડ સંપૂર્ણપણે બેનામી હોય છે. આ અંગે આદિત્યાણાના અગ્રણી પ્રકાશભાઈ પંડિત દ્વારા ભારતના મુખ્ય નિર્વાચક અધિકારી અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સહિતને રજૂઆત કરવામાં આવી છે. અને શહેર તથા ગ્રામ્ય પંથકની આંગણીયા પેઢીઓમાં એક મહિનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ચૂંટણી સમયે આંગણીયા પેઢીઓમાં બેનામી રૂપિયાની હેરાફેરી થતી અટકાવવામાં આવે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...