તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદરમાં નાના દુકાનદારો પાસેથી ગટર વેરો ઉઘરાવવાનું બંધ કરવા માંગ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના દુકાન ધારકો ગટર વ્યવસ્થાનો ઉપયોગ કરતા નથી, કોંગ્રેસના સુધરાઈ સભ્યની રજૂઆત

પોરબંદર પાલિકા દ્વારા નાના દુકાનદારો પાસેથી ગટર વેરો ઉધરાવે છે પરંતુ આવા દુકાન ધારકો ગટર વ્યવસ્થાનો ઉપીયોગ કરતા નથી જેથી તેઓને ગટર વેરો આપવાનું બંધ કરવા અંગે કોંગ્રેસના સુધરાઈ સભ્યએ રજુઆત કરી છે.

પોરબંદર – છાંયા વિસ્તારમાં આવેલા નાના વેપારીઓ કે જેઓ નાની, મોટી દુકાનો લઈ ને વેપાર કરે છે, તેવી દુકાનોમાં ટોઈલેટ કે બાથરૂમ નથી અને તેવી દુકાનોમાં પાણી ના નિકાલનો કોઈ પ્રશ્ન પણ રહેતો નથી. આવી ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ કે અન્ય ફલોરો પર આવેલી દુકાનો કે જેમાંથી કોઈ પાણીના નિકાલ કરવાના રહેતા નથી અને આવા દુકાન દારો ને ભુર્ગભ ગટરના કનેકશન લેવાની જરૂરીયાત પણ રહેતી નથી, તેમ છંતા સમગ્ર પોરબંદર છાંયા પાલિકાના વિસ્તારના કેટલાક દુકાનદારોને ગટર વ્યવસ્થાના રૂા. 700 બીલમાં દર્શાવવામાં આવ્યા છે, જે વ્યવહારૂ નથી. જેથી પોરબંદર છાયા વિસ્તારના તમામ દુકાનદારો ને આપવામાં આવેલો ગટર વેરો તાત્કાલીક પાછો ખેંચી લેવો જોઈએ. તેવુ કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યા દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરાઇ છે.

દુકાન ધારકોને ગટર વેરો ચૂકવવાનો નથી : ચીફ ઓફિસર
કદાચ પહેલી વખત દુકાન ધારકોનો ગટર વેરો ચડાવ્યો હશે જે કેટલાક દુકાન ધારકોને ભૂલથી આવી ગયો હશે. આવા ધારકો અરજી કરશે એટલે બિલમાંથી નીકળી જશે. રહેણાંક માટે જ ગટર વેરો આવશે. કોમર્શિયલ દુકાનો માટે ગટર વેરો નથી. > હેમંત પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...