તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદર રેલવે દ્વારા લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા માંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પેસેન્જર એસો.ના આગેવાનની રજુઆત

પોરબંદર રેલવે દ્વારા લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા જિલ્લા પેસેન્જર એશો.ના આગેવાને રજુઆત કરી છે. કોરોનાને પગલે સલામતીને ધ્યાને રાખી પોરબંદર રેલવે દ્વારા લાંબા રૂટની ટ્રેનો બંધ કરી હતી અને પોરબંદરથી લોકલ ટ્રેનો પણ બંધ કરી હતી. હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. અને એસટી બસો પણ લાંબા અંતરની શરૂ કરવામાં આવી છે. ત્યારે રેલવે દ્વારા માત્ર રાજકોટ સુધીની ટ્રેન શરૂ કરાઇ છે.

પરંતુ પોરબંદરથી સોમનાથ, ભાણવડ સહિતની લોકલ તેમજ કોચીવલી, મુંબઇ, મુંઝફ્ફરપુર, સિકંદરાબાદ, દિલ્હી સહિતની લાંબા અંતરની ટ્રેનો બંધ છે. જેથી મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે અને મસમોટા ભાડા ચૂકવી ખાનગી વાહનોનો ના છૂટકે સહારો લેવો પડે છે.

કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણ ઘટતા જનજીવન ધબકતું થયું છે ત્યારે પોરબંદરથી લોકલ અને લાંબા અંતરની ટ્રેન વહેલી તકે શરૂ કરવી જોઈએ તેવી જિલ્લા પેસેન્જર એસોસીએશન આગેવાન દિનેશ થાનકીએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...