તંત્રને રજૂઆત:મિયાણીથી માધવપુર સુધી દરિયા કિનારે ભયસૂચક બોર્ડ મૂકવા માંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારોમાં પોરબંદર પંથકમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટે છે
  • દરીયામાં ડુબવાની ઘટના બને નહી તે માટે કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત

માધવપુરથી મીયાણી સુધીના રમણીય દરીયા કિનારે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટતું હોવાથી તંત્ર દ્વારા નકકર આગોતરું આયોજન ઘડાય તે માટે તથા ભાઈબીજના દિવસે અત્યંત જોખમી એવા માધવપુરના દરીયામાં સ્નાન કરવા હજારો લોકો ઉમટી પડતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારો સમયે પોરબંદર પંથકમાં માધવપુરથી મીયાણી સુધીના રમણીય દરીયા કિનારે હજારો પ્રવાસીઓ આવતા હોય છે તથા ભાઈબીજના દિવસે અત્યંત જોખમી એવા માધવપુરના દરીયામાં સ્નાન કરવા હજારો લોકો ઉમટી પડતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત કરીને અઘટીત ઘટના બને નહી તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.

પ્રદેશ કોંગ્રેરા સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના 110 કી.મી. લાંબા અને રમણીય દરીયા કિનારે અનેક સુંદર બીચ આવેલા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બને છે. જેમાં પોરબંદરની ચોપાટી માધવપુરનો પાંચ કી.મી. લાંબો બીય, રંગબાઈનો દરીયા કિનારો, કુછડીનો ખીમેશ્વર મંદીર પાછળનો દરીયા કિનારો, ઈન્દીરાનગર નજીકનો જન્નતનો દરીયો વગેરે વિસ્તારોમાં પ્રવાસીઓ ફરવા માટે જાય છે એટલું જ નહી પરંતુ ભાઈબીજના દિવસે માધવપુરના દરીયામાં આનું અનેરું મહત્વ છે તેથી ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો સમુદ્રી સ્નાન માટે ઉમટી પડતા હોય છે.

પોરબંદર જિલ્લામાં હાલમાં માધવપુરના દરીયામાં તણાઇને ડુબીને મૃત્યુ પામવાના બનાવો બન્યા છે અને આવા બનાવો દર વર્ષે અનેક બને છે તેમ છતાં લોકોમાં જાગૃતિ આવતી નથી અને તંત્ર પણ આ રીતે વેડફાતી જિંદગી બચાવવા જાગૃત બનતું નથી તેમ જણાવી પોરબંદર કોંગ્રેસ દ્વારા આ ગંભીર મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ છે.

રામદેવાભાઈ મોઢવાડિયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે માધવપુરના દરીયો પ્રવાસીઓના ડુબવાના બનાવો અવાર નવાર બન્યા છે તેથી આ પ્રકારના બનાવ વધુ બને નહીં તે માટે તંત્રે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે અને તે માટે મારા આ સૂચનોને ધ્યાને લેવા મારી આ વિનંતી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લઈને આયોજન હાથ ધરવામાં આવે તો પાણીમાં ડુબતી માનવજીણીને આપણે બધાવી શકીશું.

ડાઈ સાથેના ભયસૂચક બીકે મૂક્યા દરીયાઈ બીચ વિસ્તારોમાં આડે લોકો નવા પડે છે ત્યારે શહેર અને જિલ્લાના આ પ્રકારના જોખમી વિસ્તારો અલગ-અલગ તારવીનેએ ત્યાં જોખમ વિશેની માહિતી સાથેના ભયસુચક બોર્ડ મુક્યા કોઈને કે જેથી ત્યાં નાવા આવતા રોલી લેતા અને પગ બોળવા જતા લોકોને એ સ્થળના જોખમ વિશેનો ખ્યાલ આવી જાય અને ત્યાં તેઓ નાહવા જતા પહેલા અચુકપણે વિચાર કરે કે એ સ્થળે ન્હાવામાં કેટલું જોખમ રહેલું છે.

પોલીસ બંદોબસ્ત મૂકવો જરૂરી બન્યો
પોરબંદરમાં અત્યંત જોખમી કહી શકાય તેવા દરીયા કિનારાના આ વિસ્તાર અલગ તારવી એ સ્થળે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત મૂકવો જોઈએ કે જેથી પોતાના જીવનું જોખમ ખેડીને નાહવા જતાં લોકોને બચાવી શકાશે.

નિષ્ણાંત તરવૈયાઓની ટીમ તૈયાર કરો
પોરબંદર જિલ્લામાં અસંખ્ય બનાવોમાં એવું જોવા મળી રહ્યું છે કે જ્યારે માનવ જીણી ડૂબી રહી હોય ત્યારે તેને બચાવવા માટે બહારથી ફાયર બ્રિગેડ, તરવૈયા અને એન.ડી.આર.એફની ટીમ આવે ત્યાં સુધીમાં મોડું થઈ ચુક્યું હોય છે તેથી તહેવારોમાં બીચ ઉપર જ સ્થાનિક કક્ષાએ જ જો નિષ્ણાંત તરવૈયાઓની ટીમ તાલીમ આપીને તૈયાર કરવામાં આવે તો આવા બનાવ સમયે તે ખરા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ શકે તેમ છે.

તેના માટે જરૂર જણાય તો ડિઝાસ્ટર વિભાગ દ્વારા આવા તરવૈયાઓને તાલીમ પણ આપી શકાય તેમ છે ખાસ કરીને ગોસાબારા પંથકના માત્ર આ પ્રકારની કામગીરી કરવામાં ખૂબ જ નિષ્ણાંત છે મચ્છીયારા પરિવારના આઠ સભ્યોએ સેંકડો લોકોની જિંદગી બચાવી છે માટે તેમને સાથે જોડીને પણ તાલીમ આપી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...